Q. સોડિયમ ક્લોરાઈડ કયા પ્રકારનો ઘન છે ? (a) આયનીય(b) આણ્વિય(c) સહસંયોજક(d) ધાત્વિક Answer- A |
Q. આયનીય ઘનના ગલનબિંદુ _____ હોય છે. (a) ઘણા ઊંચા(b) સામાન્ય(c) ઘણા નીચા(d) અસામાન્ય Answer- A |
Q. ક્વાટૅ્ઝ કેવા પ્રકારનો ઘન છે ? (a) આયનીય(b) આણ્વિય(c) સહસંયોજક(d) ધાત્વિક Answer- C |
Q. સિલ્વર ધાતુની સ્ફટિક રચના કેવી છે ? (a) fcc(b) સાદો ઘન(c) bcc(d) અસ્ફટિકમય Answer- A |
Q. સાદા ઘનની પૅકિંગ -ક્ષમતા કેટલા ટકા છે ? (a) 53.26(b) 68.0(c) 74.0(d) 52.36 Answer- D |
Q. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતા કેટલા ગણી હોય છે ? (a) 4(b) 8(c) 2(d) 0.5 Answer- C |
Q. તાપમાન બદલાતા કઈ સાંદ્રતાના એકમના મુલ્યોમાં ફેરફાર થાય છે ? (a) નોર્માંલિટી(b) મોલારીટી(c) % v/v(d) બધી જ Answer- D |
Q. પેટ્રોલ ક્યાં પ્રકારનું દ્રાવણ છે ? (a) ધન-પ્રવાહી(b) પ્રવાહી-પ્રવાહી(c) વાયુ-પ્રવાહી(d) બધા જ Answer- B |
Q. 10 મિલી દ્રાવણમાં 2× 10-6 ગ્રામ CO2 દ્રાવ્ય થયેલો હોય, તો તેની સાંદ્રતા ppmના એકમમાં કેટલી હશે ? (a) 2(b) 0.2(c) 200(d) 2× 10-6 Answer- B |
Q. એથાઈલ આલ્કોહોલમાં નીચેનામાંથી ક્યાં વાયુની દ્રાવ્યતા સૌથી વધુ હશે ? (a) H2S(b) NH3(c) N2(d) CO2 Answer- C |
Q. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય હશે ? (a) ઇથેનોલ(b) ઇથિલીન ગ્લાયકોલ(c) ગ્લિસરીન(d) પ્રોપેનોલ Answer- C |
Q.તાપમાન વધતાં વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતાનું મુલ્ય (a) વધે છે.(b) ધટે છે.(c) અચળ રહે છે.(d) કહી શકાય નહિ. Answer- B |
Q. વિદ્યુતરાસાયણિક કોષમાં કઈ પ્રક્રિયા થાય છે ? (a) ઓક્સિડેશન(b) રિડકશન(c) રેડોક્ષ(d) આપેલી બધી જ પ્રક્રિયાઓ Answer- D |
Q. નીચેનામાંથી કઈ કોષ-પ્રક્રિયા ડેનિયલ કોષ માટેની છે ? (a) Cu2+(aq) + Fe(s) ⇋Fe2+(aq) + Cu(s) (b) Zn2+(aq) + Mg(s) ⇋Zn(s) + mg2+(aq) (c) Cu2+(aq) + Zn(s) ⇋Zn2+(aq) + Cu(s) (d) આપેલી બધી જ પ્રક્રિયા Answer- C |
Q. નીચેનામાંથી કયો કોષ સિદ્ધાંતથી જુદો પડે છે ? (a) સંગ્રાહક કોષ(b) વિદ્યુતવિભાજન કોષ(c) બળતણ કોષ(d) લેક્લાન્શે કોષ Answer- B |
Q. ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતીનથી ? (a) Cuની પટ્ટીના વજનમાં વધારો થાય છે.(b) વિદ્યુતનું વહન ક્ષારસેતુ દ્વારા થાય છે.(c) Znની પટ્ટીના વજનમાં વધારો થાય છે.(d) ZnSO4 ના દ્રાવણનું રંગપરીવર્તન થતું નથી. Answer- C |
Q. વિદ્યુતરસાયણિક કોષ અમુક સમય બાદ કાર્ય કરતો અટકી જાય છે. શા માટે ? (a) તાપમાન વધવાથી(b) બંને ધ્રુવના કોષ પોટેન્શિયલનો તફાવત શૂન્ય થવાથી(c) ક્રોષમાં થતી પ્રક્રિયા દિશા ઉલટાવવાથી(d) સંદ્રતામાં ફેરફાર થવાથી Answer- B |
Q. વિદ્યુતરસાયણિક કોષના ચોકક્સ કોષ પોટેન્શિયલ માપવા માટે શેનો ઉપયોગ થાય છે ? (a) ગેલ્વેનોમીટર(b) એમિટર(c) પોટેન્શિયલમીટર(d) વોલ્ટમીટર Answer- C |
Q. કઈ પ્રકિયા પ્રમાણમાં સૌથી ધીમી છે ? (a) યુરિયાનું યુરેઝ ઉત્સેચકની હાજરીમાં વિઘટન(b) નિરોધકોની હાજરીમાં લોખંડ પર કાટ લાગવો(c) આકાશમાં વીજળી થાય ત્યારે O2 અને N2 વાયુઓનું સંયોજાવું(d) ઉદીપકની હાજરીમાં પ્રતિગામી પ્રકિયાનો વેગ Answer- B |
Q. A + B → નીપજ . આ પ્રકિયા માટે પ્રકિયાવેગ = K [A]2[B]0 છે. પ્રકિયક A અને B નું સાંદ્રણ બમણું કરતાં પ્રકિયાવેગમાં શો ફેરફાર થાય ? (a) 4 ગણો થાય.(b) 8 ગણો થાય.(c) બમણો થાય.(d) અડધો થાય. Answer- A |
Q. x + y → z માટે વેગ = [x]n[y]m છે.જો x ની સાંદ્રતા બમણી અને y ની સાંદ્રતા અળધી કરવામાં આવે ,તો નવો વેગ કેટલો થાય? (a) 2m-n ગણો(b) 2n-m ગણો(c) 2m+n ગણો(d) 2m+2n ગણો Answer- B |
Q. એક પ્રકિયા એ તેમાં ભાગ લેતાં પ્રકિયક કાર્બન મોનોકસાઈડને અનુલક્ષીને બીજા ક્રમની છે. જો કાર્બન મોનોકસાઈડની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો (બીજા પ્રકિયકોની' સાંદ્રતા અચળ રાખીને) વેગમાં _____ થાય. (a) 4 ગણો વધારો(b) 2 ગણો ધટાડો(c) 16 ગણો વધારો(d) 2 ગણો વધારો Answer- A |
Q. એક પ્રકિયામાં પ્રકિયકની સાંદ્રતા બમણી અને 3 ગણી કરતાં વેગ અનુક્રમે 4 ગણો અને 9 ગણો થાય છે. તો પ્રકિયાક્રમ _____ થાય. (a) 0(b) 1(c) 2(d) 3 Answer- C |
Q. પ્રકિયાક્રમ _____ ના આધારે નક્કી થાય છે. (a) દબાણ(b) તાપમાન(c) આણિવક્તા(d) પ્રકિયાની ક્રિયાવિધિ Answer- D |
Q. સુક્રોઝનું વ્યુત્ક્મણ (જળવિભાજન) નીચે મુજબ થાય છે : C12H22O11 + HOH → C6H12O6 + C6H12O6 આ પ્રકિયા _____ ક્રમ ધરાવે છે. (a) દ્રિતીય(b) પ્રથમ(c) શુન્ય(d) તૃતીય Answer- B |
Q. બે જથ્થામય કલાઓને અલગ કરતી હદને શું કહે છે?(a) રેખા(b) બિંદુ(c) સ્લેશ(d) અંતરાપૃષ્ઠ Answer- D |
Q. અંતરાપૃષ્ઠ કઈ બાબત પર આધાર રાખે છે ? (a) જથ્થામય કલામાં રહેલા અણુના કદ પર(b) જથ્થામય કલામાં રહેલા અણુના વજન પર(c) જથ્થામય કલામાં રહેલા અણુઓંની સંખ્યા પર(d) જથ્થામય કલામાં રહેલા અણુઓંની ભૌતિક સ્થિતિ પર Answer- A |
Q. નીચેનામાંથી કયું પૃષ્ઠઘટનાનું ઉદાહરણ નથી? (a) વિલયન(b) ક્ષારણ(c) વિદ્યુતધ્રુવ પ્રક્રિયા(d) સમાંગ ઉદ્દીપન Answer- D |
Q.સપાટી પરથી અધીશોષિત થયેલા અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય તે ઘટનાને શું કહે છે ? (a) શોષણ(b) અવશોષણ(c) અધિશોષણ(d) અપશોષણAnswer- D |
Q. અધિશોષણને લીધે (a) પૃષ્ઠ ઊર્જા ઘટે.(b) પૃષ્ઠ ઊર્જા વધે.(c) પૃષ્ઠ ઊર્જાનું મૂલ્ય શૂન્ય થાય.(d) કોઈ ફેરફાર ન થાય. Answer- A |
Q. ઘન સપાટી પર થતા વાયુઓના અધિશોષણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? (a) બાષ્પાયન(b) પૃષ્ઠતાણ(c) સંઘનન(d) શોષણ Answer- C |
Q. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ? (a) બોકસાઈટ(b) હેમેટાઈટ(c) કોપર પાઈરાઇટસ(d) ઝિંક બ્લેન્ડ Answer- A |
Q.કોપરની કાચી ધાતુ કઈ છે ? (a) બોકસાઈટ(b) હેમેટાઈટ(c) કોપર પાઈરાઈટસ(d) ઝિંક બ્લેન્ડ Answer- C |
Q.ઝિંકની કાચી ધાતુકઈ છે ? (a) બોકસાઈટ(b) હેમેટાઈટ(c) કોપર પાઈરાઈટસ(d) ઝિંક બ્લેન્ડ Answer- D |
Q. આયર્નની કાચી ધાતુ કઈ છે ? (a) બોકસાઈટ(b) હેમેટાઈટ(c) કોપર પાઈરાઈટસ(d) ઝિંક બ્લેન્ડAnswer- B |
Q. ઝોન રિફાઈનિંગ પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ? (a) કોપર(b) ઝિંક(c) સિલિકોન(d) અલ્યુમિનિયમ Answer- C |
Q.વિદ્યુતવિભાજન પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ? (a) મરકયુરિ(b) ઝિંક(c) ટિન(d) સિલિકોન Answer- B |
Q. રસાયણચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે ? (a) એલેકઝાન્ડર ફ્લેમિંગ(b) હાવર્ડ ફ્લોર(c) પૌલ એહ્રલિચ(d) અર્નસ્ટ બોરિસ ચેઈન Answer- C |
Q. ઘા કે જખમને નુકસાન પહોચાડનાર સૂક્ષ્મજીવોનો નાશ કરનાર કે તેની વૃદ્ધિ અટકાવનાર ઔષધોને શુ કહે છે? (a) પ્રશાંતકો(b) પ્રતિજીવીઓ(c) જીવાણુનાશી(d) સંક્રમણહારકો Answer- C |
Q. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? (a) જે ઔષધ સંદેશવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઈને કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે તેને એગોનિસ્ટ્સ કહે છે.(b) જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન પ્રક્રિયા જળવાઈ રહે છે તેને એન્ટાગોનિસ્ટ્સ કહે છે.(c) ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે જુદા સ્થાને જોડાય છે તે સ્થાનને એલોસ્ટેરિકસાઇટ કહે છે.(d) પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડનાર ઔષધોને ઉત્સેચક નિરોધક કહે છે. Answer- C |
Q.રેનિટિડિન ક્યા વર્ગની ઔષધિ છે ? (a) પ્રતિહિસ્ટામાઈન ઔષધો(b) ચેતાતંત્રને સક્રિયકતા ઔષધો(c) પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો(d) ગર્ભનિરોધક ઔષધો Answer- A |
Q. નીચેના પૈકી કયું દ્રાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે? (a) 1% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ(b) 0.2% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ(c) 2-3% સાંદ્રતાવાળું આયોડીનનું જલીય દ્રાવણ(d) બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ Answer- A |
Q. ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? (a) એસ્પાર્ટેમ>સુક્રોલોઝ>એલિટેમ>સેકેરીન(b) એસ્પાર્ટેમ>સેકેરીન>સુક્રોલોઝ>એલિટેમ(c) એલિટેમ>સુક્રોલોઝ>સેકેરીન>એસ્પાર્ટેમ(d) સેકેરીન>એસ્પાર્ટેમ>એલિટેમ>સુક્રોલોઝ Answer- C |
Q. જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવી શકે તેને_____કહે છે. (a) મોનોમર(b) ટ્રેટામર(c) ડાયમર(d) ટ્રાયમર Answer- A |
Q. પોલિમર અણુમાં આવર્તનીય એકમની સંખ્યા 'n'ને_____કહે છે. (a) પોલિમરાઈઝેશન અંશ(b) ઓલિગોમર(c) ભારે પોલિમર(d) આવર્તનીય એકમ Answer- A |
Q. નોવોલેક કેવા પ્રકારનો પોલિમર ગણી શકાય ? (a) રેખીય(b) શાખીય(c) મિશ્રબંધિત(d) (A) અને (B) Answer- A |
Q. નીચેનામાંથી કયો પદાર્થ ઇલેસ્ટોમર છે ? (a) નાયલોન-6(b) નાયલોન-6,6(c) વલ્કેનાઇઝ્ડ રબર(d) મેલેમાઈન Answer- C |
Q. નીચેનામાંથી કયો પોલિમર સંઘનન પોલિમરાઇઝેશન -ક્રિયાથી મળે છે ? (a) PVC(b) પોલિથીન(c) પોલિસ્ટાયરિન(d) નાયલોન-6,6 Answer- D |
Q. પ્રકાશ-વિખેરણ પદ્ધતિ_____માટે વપરાય છે. (a) સાંદ્રતા શોધવા(b) પોલિમરનું આણ્વિયદળ શોધવા(c) તત્વોની પરખ(d) અણુની સંખ્યા શોધવા Answer- B |